ભજીયા અને ફાફડા સાથે ખવાતી બેસનની કઢી | Besan Ni Kadhi Recipe

ગુજરાતી નાસ્તાની વાત આવે ત્યારે ફાફડા, ભજીયા અને તેની સાથે પીરસાતી કઢી એક અવિભાજ્ય ભાગ છે. દિવાળી પછીના દિવસોમાં કે પછી ખાસ પ્રસંગે ફાફડા-જલેબી સાથે આ બેસનની કઢીનો સ્વાદ માણવો એ પરંપરા જેવી બની ગઈ છે. ચાલો આજે આપણે જાણીશું ફાફડા અને ભજીયા સાથે ખવાતી કઢી બનાવવાની રીત. તો સૌથી પહેલા વાત કરીશું કે Besan Ni Kadhi બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
ભજીયા અને ફાફડા સાથે ખવાતી બેસનની કઢી | Besan Ni Kadhi Recipe

ભજીયા અને ફાફડા સાથે ખવાતી બેસનની કઢી બનાવવા માટે વપરાતી સામગ્રી | Besan Ni Kadhi  

સામગ્રી
  • બે ચમચી બેસન
  • અડધી ચમચી રાઇ
  • એક મોટી ચમચી તેલ
  • બે લીલા મરચા
  • અડધી ચમચી હળદર પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધા લીંબુનો રસ
  • બે ચમચી ખાંડ
  • મીઠા લીમડાના પાન
  • લીલા ધાણા

બેસનની કઢી બનાવવાની રીત | Besan Kadhi Recipe

STEP-1 

ભજીયા અને ફાફડા સાથે ખવાતી બેસનની કઢી | Besan Ni Kadhi Recipe

સૌથી પહેલા એક વાસણમાં બેસન લઈ લેવું એની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખીને બેસન ઓગાળી લેવું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર પાઉડર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લેવુ.
STEP-2
ત્યારબાદ બેસનની કઢી બનાવવા માટે એક ઊંડું વાસણ ગેસ ઉપર રાખવું એની અંદર એક ચમચી તેલ ઉમેરવું તેલ ગરમ થાય એટલે એમાં રાય, સમારેલા લીલા મરચા, મીઠા લીમડાના પાન બધું જ સારી રીતે સાંતળી લેવું.
STEP-3
બધું સાથે સતડય જાય એટલે એમાં ઓગાળેલું બેસન ઉમેરવું ઓગળેલું બેસન તમે જ્યારે ઉમેરો ત્યારે બે મિનિટ હલાવતા રહેવું તમે ઓગાળેલું બેસન ઉમેરશો અને હલાવો નહીં તો ગાંઠા પડી જશે અને બેસનની કઢી સારી નહીં બને તો ઓગાળેલું બેસનને બરાબર હલાવવું.
STEP-4
ત્યારબાદ બે મિનિટ બેસનની કઢીને ઉકળવા દેવી બેસનની કઢી તમને ઘટ એટલે કે જાડી લાગતી હોય તો થોડું તમે પાણી ઉમેરી શકો છો અને કઢી તમારી પાતળી થઈ ગઈ હોય તો તમે એક વાસણમાં બેસન લઈને ઓગાળીને તમે અંદર ઉમેરી શકો છો અને જ્યારે તમે બેસન ઓગાળો ત્યારે ઓગાળ્યા પછી બેસન અંદર ઉમેરો તો એને હલાવતા રહેવાનું છે નહીં તો ફરી ગાંઠા થઈ જશે.
STEP-5

ભજીયા અને ફાફડા સાથે ખવાતી બેસનની કઢી | Besan Ni Kadhi Recipe

કઢી માં ઉભરો આવ્યા પછી અડધા લીંબુનો રસ ઉમેરવો બે ચમચી ખાંડ ઉમેરવી બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં સમારેલા લીલા ધાણા ઉમેરવા બધું મિક્સ કરી લેવું તો આપણી બેસનની કઢી બનીને તૈયાર છે તો આ બેસનની કઢી ને ઘણા લોકો બેસનની ચટણી પણ કહેતા હોય છે.
તો આ બેસનની કઢી તમે ભજીયા, ખમણ, ફાફડાની સાથે તમે ખાઈ શકો છો આ રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મળતા રહીશું નવી નવી વાનગીઓ સાથે જો તમને આવી જ બીજી લખેલી રેસીપી જોવી હોય તો તમે મારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો થેન્ક્યુ

બેસનની કઢી બનાવવાની રીત વિશે વધારે જાણકારી મેળવવા માટે નીચે આપેલ વીડિયો જોઈ શકો છો

Spread the love

Leave a Comment