લગ્ન પ્રસંગમાં બને તેવી ગુજરાતી ખાટી મીઠી દાળ | Best Gujarati Dal Recipe

ગુજરાતી થાળીની શોભા દાળ-ભાત વિના અધૂરી લાગે. ગુજરાતી દાળમાં મીઠાશ, ખાટાશ અને મસાલાનું સરસ મિશ્રણ હોય છે. આવો આજે જાણી લઈએ પરંપરાગત લગ્ન પ્રસંગમાં બને તેવી ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની સરળ રીત. તો સૌપ્રથમ વાત કરીશું Gujarati Dal બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે.
લગ્ન પ્રસંગમાં બને તેવી ગુજરાતી ખાટી મીઠી દાળ | Best Gujarati Dal Recipe

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make Gujarati sour sweet dal

સામગ્રી 

  • એક વાટકી તુવેર દાળ
  • એક ચમચી સિંગદાણા
  • એક ચમચી તેલ
  • બે લાલ મરચા
  • એક તમાલપત્ર
  • ચાર લવિંગ
  • એક તજનો ટુકડો
  • આઠ થી દસ મીઠા લીમડાના પાન
  • એક ચમચી રાઈ
  • બે ચપટી મેથીના દાણા
  • અડધી ચમચી હિંગ
  • એક ચમચી કાશ્મીરી લાલ મરચું
  • બે ચમચી ખાટી આમલી
  • એક ટુકડો ગોળ
  • વઘાર માટે તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | How to make Gujarati dal

લગ્ન પ્રસંગમાં બને તેવી ગુજરાતી ખાટી મીઠી દાળ | Best Gujarati Dal Recipe

STEP-1

તો સૌથી પહેલા દાળને બે પાણીથી ધોઈ અને ગરમ પાણીમાં 30 મિનિટ પલાળી રાખવી દાળને પલાળ્યા વગર પણ તમે કુક (cook) કરી શકો છો પણ તમે દાળ પલાળી રાખશો ગરમ પાણીમાં તો કુક કરવામાં ખૂબ સહેલાઈથી કુક થઈ જતી હોય છે.

STEP-2

30 મિનિટ પછી દાળને આપણે પ્રેશર કુકરમાં ઉમેરી દેવી. ત્યારબાદ તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ચમચી તેલ ઉમેરી લેવું કૂકર નું ઢાંકણ બંધ કરીને બે થી ત્રણ વિસલ(સિટી) કરી લેવી.

STEP-3

વિસલ થાય ત્યાં સુધી આપણે બે ચમચી ખાટી આમલીને અડધી વાટકી ગરમ પાણી માં આમલીને પલાળી દેવી.

STEP-4

કુકર ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે બાફેલી દાળને આપણે ચેક કરીને બ્લેન્ડરથી દાળ ને પીસી લઈશું.

STEP-5

ત્યારબાદ દાળનો વઘાર કરીશું જાડા તળિયાવાળો વાસણ લઈને આપણે દાળનો વઘાર કરીશું સૌથી પહેલા એક ચમચો તેલ મુકીશું તેલ ગરમ થાય એટલે એમાં ચાર લવિંગ,અડધી ચમચી રાઈ, એક તજનો ટુકડો, એક તમાલપત્ર,અડધી ચમચી હિંગ,બે સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાન, ત્યારબાદ બે ચમચી મેથીના દાણા આપણે સારી રીતે સાંતળી લઈશું ત્યારબાદ ગેસ બંધ કરીને તીખું મરચું ગરમ મસાલો ધાણાજીરું પાવડર બધું જ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું.

STEP-6

ત્યારબાદ બાફેલી દાળને ઉમેરી લઈશું બધું મિક્સ કરી લેવુ ત્યારબાદ ફરીથી ગેસ ચાલુ કરી દાળને બરાબર ઉકળવા દેવી ત્યારબાદ એક ટુકડો ગોળનો ઉમેરી લેવો ગોળનું અને આમલીનું પ્રમાણ આગળ પડતું રાખવું દાળ બરાબર ઉકળે ત્યારબાદ એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવું પલાળેલી આમલીને હાથેથી મસળીને બધો જ પલ્પ કાઢીને આપણે ગળની થી ગાડી લેવો.
લગ્ન પ્રસંગમાં બને તેવી ગુજરાતી ખાટી મીઠી દાળ | Best Gujarati Dal Recipe

STEP-7

દાળ ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં ખાટી આંબલી નો પલ્પ ઉમેરવો દાળ સારી રીતે ઉકડી જાય ત્યારબાદ સમારેલા લીલા ધાણા ઉમેરવા ગેસ બંધ કરીને દાળને સર્વ કરી લેવી ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને આપણી તૈયાર છે. તો આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્ષમાં જરૂર થી જણાવજો.

ખાસ ટીપ્સ:

  • ગુજરાતી દાળમાં મીઠાશ અને ખાટાશનું બેલેન્સ ખૂબ મહત્વનું છે.

  • આમલી ના હોય તો લીંબુનો રસ વાપરી શકો.

  • ઘીનો વઘાર કરશો તો સ્વાદ વધારે મજેદાર આવશે.

નવી નવી રેસિપીઓ જોવા માટે મારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો થેન્કયુ
Spread the love

Leave a Comment