ભરેલા કેપ્સિકમ (Shimla Mirch) નું શાક ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શાકમાં કેપ્સિકમને મસાલેદાર સ્ટફિંગ વડે ભરીને બનાવવામાં આવે છે. ભરેલા કેપ્સિકમ સાથે ફુલકા, પરાઠા કે રોટલી ખાવાનો આનંદ બમણો થઈ જાય છે. તો આજના આ બ્લોગ પોસ્ટ માં આપડે શીખીસું કે Bharela Capsicum એટલે કે સિમલા મરચા નું શાક કેવી રીતે બનાવી શકાય એ પણ એકદમ સરળ રીતે તો પોસ્ટ ને અંત સુધી વાંચજો તમારે કઈ કઈ સામગ્રી ની જરૂર પડશે એ વિષે પેલા વાત કરીશું.

ભરેલા સિમલા મરચા નું શાક બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make stuffed capsicum vegetable
સામગ્રી
- 250 ગ્રામ સીમલા મરચા (Capsicum)
- બે મોટી ચમચી સિંગદાણા
- ત્રણ મોટી ચમચી બેસન
- બે મોટી ચમચી કોપરાનું છીન
- એક ચમચી જીરું
- અડધી ચમચી હળદર પાઉડર
- અડધા લીંબુનો રસ
- એક ચમચી દળેલી ખાંડ
- અડધી ચમચી તીખું મરચું
- અડધી ચમચી ગરમ મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- થોડા લીલા ધાણા
- જરૂર મુજબ તેલ
ભરેલા કેપ્સિકમ (સીમલા મરચા) નું શાક બનાવવાની રીત | How to make stuffed capsicum
STEP-1
સૌથી પહેલા સીમલા મરચા ને ધોઈ લેવા ત્યારબાદ ઉપરની દંડી અને અંદરના બી વાળો ભાગ કાઢી લેવો ત્યારબાદ મરચાની અંદર ભરવાનો આપણે મસાલો બનાવી લઈશું.

STEP-2
મરચાં માં ભરવાનો મસાલો બનાવવાની રીત
તો સૌથી પહેલા આપણે ત્રણ મોટી ચમચી જેટલું બેસન લઈ અને એક પેન માં આપણે એને થોડું શેકી લઈશું બેસન શેકાઈ જાય ત્યારબાદ આપણે એને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ એક મિક્સર જાર લઈશું એમાં બે મોટી ચમચી સિંગદાણા બે મોટી ચમચી કોપરાનું છીન એક ચમચી જીરૂ,અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી તીખું મરચુ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણાજીરું પાવડર, ત્રણ મોટી ચમચી શેકેલું બેસન, એક ચમચી ખાંડ જો તમારી પાસે ખાંડ દળેલી હોય તો તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો.
જ્યારે મિક્સરમાં બધા મસાલા પીસીએ ત્યારે આપણે એક ચમચી ખાંડ તમારે ઉમેરી લેવાની છે બધું જ મિક્સર જારમાં લઈને એકદમ ઝીણું આપણે પીસી લેવું ત્યારબાદ બધા મસાલાને આપણે એક વાસણમાં કાઢી લેવો તેની અંદર એક ચમચી દળેલી ખાંડ ઉમેરવી અડધા લીંબુનો રસ ઉમેરવો થોડા લીલા સમારેલા ધાણા ઉમેરવા એક ચમચી તેલ ઉમેરવું બધું જ મિક્સ કરી લેવું.

STEP-3
ત્યારબાદ બધા જ સીમલા મરચા ની અંદર મસાલો ભરી લેવો એક કડાઈ ગેસ ઉપર રાખીને એની અંદર બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરવું તેલ ગરમ થાય ત્યારબાદ સીમલા મરચા ને ધીમા તાપે ફ્રાય કરી લેવા બધા જ સીમલા મરચા ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને સર્વ કરી લેવા તો ભરેલા સીમલા મરચા નું શાક આપણું બનીને તૈયાર છે.

સર્વ કરવા માટે
ગરમાગરમ ભરેલા કેપ્સિકમને ફુલકા, પરાઠા કે રોટલી સાથે પીરસો.
જો તમારે નવી નવી લખેલી રેસીપી જોઈતી હોય તો મારી વેબસાઈટ જઈને જોઈ શકો છો થેન્ક્યુ