ગુજરાતી રસોઈમાં કઢીનું ખાસ સ્થાન છે. કઢી સામાન્ય રીતે દહીં અને બેસન વડે બનાવાય છે, પરંતુ તેમાં અલગ-અલગ શાકભાજી નાખવાથી તેનું સ્વાદ અને પોષક મૂલ્ય બંને વધે છે. આજે આપણે જાણીશું ભીંડા કઢી બનાવવાની સરળ રીત, જે ખાવામાં સ્વાદિષ્ટ, તીખી-મીઠી અને ખટ્ટી હોય છે. તો સૌથી પહેલા વાત કરીશું કે Bhinda Kadhi બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે..

ભીંડા કઢી બનાવવા માટે જોઈતી સામગ્રી | Ingredients needed to make Bhinda Kadhi
સામગ્રી
- 250 ગ્રામ ભીંડા
- 500 ગ્રામ છાશ
- અડધી ચમચી હળદર પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- ત્રણ લીલા મરચા
- એક આદુનો ટુકડો
- બે ચમચી ગોળ
- બે ચમચી બેસન
- અડધી ચમચી ગરમ મસાલો
- ચાર મોટી ચમચી તેલ
- અડધી ચમચી જીરૂ
- અડધી ચમચી રાઈ
- બે થી ત્રણ લવિંગ
- બે ચપટી હિંગ
- બે ચપટી સુકી મેથીના દાણા
- એક લાલ મરચું સૂકું
- મીઠા લીમડાના પાન
- ઝીણા સમારેલા ધાણા
ભીંડા કઢી બનાવવાની સરળ રીત | Easy way to make Bhinda kadhi
STEP-1

તો સૌથી પહેલા ભીંડાને ધોઈ અને એને કોરા કરી અને કોટનના કપડાથી સાફ કરી લેવા ત્યારબાદ ભીંડા ને સમારી લેવા ત્યારબાદ એક કડાઈ ગેસ ઉપર રાખીને એમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરવું તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા ધીમા તાપે ફ્રાય થવા દેવા.
STEP-2
ભીંડા ફ્રાય થાય ત્યાં સુધી એક વાસણમાં છાશ લેવી છાશ ની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરવો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી બેસન ઉમેરો બધું સારી રીતે મિક્સ કરી લેવું.
STEP-3
ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ તૈયાર કરવી તો વઘાર માટે એક પેન ગેસ ઉપર મૂકવું એની અંદર બે મોટી ચમચી તેલ ઉમેરવું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરવી ત્યારબાદ અડધી ચમચી જીરું ઉમેરો રાય ફૂટવા લાગે એટલે એમાં મીઠો લીમડો ઉમેરો ત્યારબાદ એક તજનો ટુકડો, બે થી ત્રણ લવિંગ, એક લાલ મરચું સુકુ અને એક ચપટી હિંગ ઉમેરવી બધું સારી રીતે સાંતળી લેવું.
STEP-4
ત્યારબાદ એમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરવી ત્યારબાદ બધું સારી રીતે સાંતળી લેવું ત્યારબાદ તૈયાર કરેલી છાશમાં બેસન ઓગાળેલું એ બધું ઉમેરી દેવું ત્યારબાદ બે મિનિટ સુધી એને હલાવતા રહેવું. ત્યારબાદ બે ચમચી જેટલો ગોળ ઉમેરવો વધુ સારી રીતે ઉકળવા દેવું.ત્યારબાદ એમાં ફ્રાય કરેલા ભીંડા ઉમેરી દેવા અને બધું મિક્સ કરી લેવું ત્યારબાદ લીલા સમારેલા ધાણા ઉમેરવા તો ભીંડા કડી બનીને તૈયાર છે.
સર્વ કરવા માટે (Serving Suggestion)
-
ગરમાગરમ ભીંડા કઢી ભાત, રોટલી અથવા ખિચડી સાથે પીરસો.
-
ઉપરથી તાજા ધાણા નાખીને સજાવો.
રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને આવી જ બીજી લખેલી રેસીપી જોવી હોય તો તમે મારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો થેન્ક્યુ