ગુજરાતી ફાડા લાપસી (ગુજરાતી લાપસી) એક પારંપરિક અને સ્વાદિષ્ટ મિઠાઈ છે, ખાસ કરીને શુભ પ્રસંગો અને પર્વોમાં બનાવવામાં આવે છે. લાપસી ઘઉંના ફાડા (લોટવાળું ધાન) થી બનતી મીઠી વાનગી છે. અહીં નીચે સંપૂર્ણ રીત આપવામાં આવી છે Gujarati Fada Lapsi બનાવવાની રીત એકદમ પરફેક્ટ માપ સાથે.

ફાડા લાપસી બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make fada lapsi
Ingredients
- 250 ગ્રામ ઘઉંના ફાડા
- 200 ગ્રામ ખાંડ
- 200 ગ્રામ ઘી
- 10 નંગ કાજુ
- દસ નંગ બદામ
- 20 ગ્રામ સૂકી દ્રાક્ષ
- સાત નંગ ઈલાયચી
- એક નાનો તજનો ટુકડો
- ત્રણ લવિંગ
- એક તમાલપત્ર
ફાડા લાપસી બનાવવાની રીત | Fada Lapsi Recipe in Cooker in Gujarati

STEP-1
ઘઉંના ફાડાને એક વાસણમાં લઈને તેનું આપણે માપ કરી લઈશું માફ કર્યા બાદ ફાડાને બીજા વાસણમાં કાઢી લઈશું અને ફાડા કાઢેલા જ વાસણની અંદર આપણે ચાર ઘણું પાણી લઈશું એક તપેલીમાં પાણી આપણે ગરમ કરવા મૂકી દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ફાડાને સાંતળી લઈશું.
STEP-2
સૌથી પહેલા આપણે કૂકરને ગેસ પર મૂકીને કુકરમાં આપણે ઘી ઉમેરીશું ઘી ને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એમાં ફાડા ઉમેરીશું ધીમા તાપે આપણે ફાડાને સાંતળી લઈશું ભાડાને આપણે ત્યાં સુધી સાંતળવાના છે જ્યાં સુધી એ વજનમાં હલકા થઈ જાય અને એનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું.
STEP-3
ત્યારબાદ આપણે ગરમ કરેલું પાણી ફાડામાં ઉમેરીશું પ્રેશર કુકર નું ઢાંકણ બંધ કરીને ચારથી પાંચ વિસલ કરી લઈશું વિસલ થઈ જાય ત્યારબાદ કુકર ને આપણે ઠંડુ થવા દઈશું કુકર ઠંડુ થાય એટલે એને ઢાંકણ ખોલીને આપણે ફાળાને જોઈ લઈશું. જો ફાડા સારી રીતે કૂક થઈ ગયા હોય તો આપણે લાપસી બનાવી લઈશું અને જુઓ તમારા ફાડા બરાબર કુક ના થયા હોય અને થોડા તમને કાચા લાગતા હોય તો તમે થોડું ગરમ પાણી ઉમેરીને ફરીથી બે વિશાલ કરી શકો છો.
STEP-4
હવે આપણે પેનને ગરમ કરવા મૂકીશું તેમાં આપણે બે ચમચી જેટલું ઘી મૂકીશું ઘી ગરમ થાય ત્યારબાદ આપણે લવિંગ તમાલપત્ર એક તજનો ટુકડો એડ કરીશું અને સૂકી દ્રાક્ષ બધું જ આપણે એડ કરીશું ત્યારબાદ કુકર માંથી બધા જ ફાડાને કાઢીને આપણે પેનમાં એડ કરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરીશું ખાંડ આપણી ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું.
STEP-5
ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે ઈલાયચી પાવડર ઉમેરીશું તો ફાડા લાપસી બનીને આપણી તૈયાર છે તો નવી નવી વાનગીઓ શીખવા માટે મારી વેબસાઈટ પર જઈને તમે બીજી વાનગી ને લગતી રેસીપી જોઈ શકો છો.