Farali Sabudana Kheer Recipe In Gujarati | સાબુદાણાની ખીર બનાવવાની રીત 

ઉપવાસ કે વ્રતના દિવસોમાં સાબુદાણા એક ખૂબ જ ઉપયોગી અને સરળતાથી પચી જાય એવું અનાજ છે. સાબુદાણાથી ખીચડી, સાબુદાણા ના વડા વગેરે બનાવવામાં આવે છે, પણ આજે આપણે સાબુદાણાની મીઠાઈ – Sabudana Kheer બનાવવાની રેસીપી જાણીશું. આ ખીર સ્વાદિષ્ટ, હેલ્ધી અને ફરાળી વાનગી તરીકે એકદમ યોગ્ય છે.
Farali Sabudana Kheer Recipe In Gujarati | સાબુદાણાની ખીર બનાવવાની રીત 

સાબુદાણાની ખીર બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make sabudana kheer

જરૂરી સામગ્રી (Ingredients):
  • એક કટોરી સાબુદાણા 
  • પાંચ નંગ બદામ 
  • 500 ગ્રામ દૂધ
  • સો ગ્રામ સાકર 
  • એક ચમચી ઘી
  • પાંચ નંગ કાજુ 
  • બે ચમચી સૂકી દ્રાક્ષ 
  • પાંચ નંગ ઈલાયચી 

ફરાળી સાબુદાણાની ખીર બનાવવાની રીત | Farali Sabudana Kheer Recipe

Farali Sabudana Kheer Recipe In Gujarati | સાબુદાણાની ખીર બનાવવાની રીત 

STEP-1
સૌથી પહેલા એક કટોરી સાબુદાણા લઈશું ત્યારબાદ બે કટોરી જેટલું ગરમ પાણી કરીશું ગરમ પાણી થાય ત્યાર બાદ સાબુદાણાને ગરમ પાણીમાં નાખીશું બે કલાક સુધી સાબુદાણાને ગરમ પાણીમાં રહેવા દઈશું.
STEP-2
ત્યારબાદ એક વાસણ લઈશું ઊંડું એની અંદર એક ચમચી ઘી મૂકીશું ઘી ગરમ થાય ત્યારબાદ એમાં કાજુ બદામ દ્રાક્ષને ફ્રાય કરી લઈશું ફ્રાય થઈ જાય એટલે એક ડીશમાં કાઢી લઈશું એમાંજ દૂધ કાઢી લઈશું દૂધને ગેસ ઉપર મૂકીને આપણે એને ઉકળવા દઈશું દુઘ ઉકળે છે ત્યાં સુધી પલાળેલા સાબુદાણાને પાણીની અંદરથી કાઢી લઈશું
STEP-3
ત્યારબાદ દૂધ ઉકળી જાય એટલે એમાં આપણે પલાળેલા સાબુદાણા ઉમેરીશું હવે આપણે એને બરાબર ઉકળવા દઈશું સાબુદાણાની દૂધની આપણે થોડું ઘટ્ટ થવા દઈશું. વધારે પડતું ઘટ્ટ નથી થવા દેવાનું. વધારે ઘટ્ટ થઈ જશે તો ઠંડુ પડતાં જામી જશે એટલે થોડું આપણે એને પતલુ રાખવાનું છે અને વધારે પડતું પણ પતલુ નથી રાખવાનું મીડીયમ જ આપણે રાખવાનું છે બધું સારી રીતે ઉકળી જાય એટલે એમાં આપણે સાકર ઉમેરીશું.
STEP-4
ત્યારબાદ ફ્રાય કરેલા ડ્રાયફ્રુટ ઈલાયચી પાવડર ઉમેરીશું બે મિનિટ ઉકળવા દઈશું બે મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસ બંધ કરીને સર્વ કરી લઈશું તો આપડી સાબુદાણાની ખીર બનીને તૈયાર છે.
ફરાળી સાબુદાણા ખીર ઉપવાસના દિવસોમાં ઉર્જા આપનાર અને તૃપ્તિદાયક મીઠાઈ છે.
આજની રેસીપી તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર થી જણાવજો આવી જ બીજી રેસીપી તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
Spread the love

Leave a Comment