આજના આ બ્લોગ પોસ્ટ માં આપડે શીખીસું કે ઉપવાસ માં ખાવા માટે ફરાળી પુરી અને ફરાળી શાક કેવી રીતે બનાવી શકાય એ પણ એકદમ સરળ રીતે તો પોસ્ટ ને અંત સુધી વાંચજો તમારે કઈ કઈ સામગ્રી ની જરૂર પડશે એ વિષે પેલા વાત કરીશું તો ચાલો જાણીયે કે ફરાળી ઉપવાસ માટે Farali Shak Puri કેવી રીતે બનાવી શકાય.

ફરાળી શાક પુરી બનાવવા માટે જોઈતી સામગ્રી | Ingredients needed to make Farali Shak Puri
- ચાર બાફેલા બટાકા
- બે ચમચી સિંગદાણા
- અડધી ચમચી જીરુ
- એક ચમચી સફેદ તલ
- બે લીલા મરચા
- ૭ થી ૮ મીઠા લીમડાના પાન
- એક ચમચી દળેલી ખાંડ
- અડધા લીંબુનો રસ
- સિંધવ ફરાળી મીઠું
- થોડા લીલા ધાણા સમારેલા
- પુરી બનાવવા માટે કેળાનો બે વાટકી લોટ
- જરૂર મુજબ તેલ
ફરાળી શાક પુરી બનાવવાની રીત | How to make Farali shak puri
સૌથી પેલા બટાકાને બાફી નાના પીસમાં સમારી લેવા ત્યારબાદ સિંગદાણાને શેકીને અધ કચરા વાટી લેવા ત્યારબાદ એક પેન માં બે મોટી ચમચી તેલ મુકવુ તેલ ગરમ થાય ત્યારે અડધી ચમચી જીરુ નાખવુ એક ચમચી સફેદ તલ નાખવા સમારેલા બે લીલા મરચા સાત થી આઠ મીઠા લીમડાના પાન નાખવા બધું સારી રીતે સાંતળી લેવું પછી બટાકા ઉમેરવા બધું મિક્સ કરી લેવું. પછી સિંધવ મીઠું નાખવું ત્યારબાદ એક ચમચી દળેલી ખાંડ અડધા લીંબુનો રસ નાખીને બધું સારી રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ ઉપરથી લીલા ધાણા નાખી દેવા તો બટાકાની સૂકી ભાજી નું શાક આપણું બનીને તૈયાર છે.

પુરી બનાવની રીત
હવે આપણે કેળાનો બે વાટકી લોટ લઈશું લોટની અંદર બે ચમચી જેટલું તેલ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું લોટને મોઈ લઈશું ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈને થોડો કડક લોટ બાંધી લઈશું. લોટને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ તેલ ગરમ મૂકીને પૂરીને વણી લઈશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એને પૂરીને તળી લઈશું તો બનીને તૈયાર છે આપણું ફરાળી શાક પુરી.

તો આ રીતે તમે ઉપવાસ માં ફરાળી શાક પુરી બનાવી શકો છો જો તમને આ રીત ગમી હોય તો વેબસાઈટ પર બીજી ફરાળી વાનગી વિષે માહિતી આપેલ છે.