આજે આપણે શીખીશું ઉપવાસમાં દરેક વ્યક્તિ ખાઈ શકે તેવો શિંગોડાના લોટનો શીરો તો જો કોઈપણ વ્યક્તિ ઉપવાસ કરતો હોય શ્રાવણ માસ હોય કે અગિયારસ કરતો હોય તે દરેક વ્યક્તિ શિંગોડાના લોટનો શીરો બનાવીને ખાઈ શકે છે.સ્વાદ માં પણ ખુબ સરસ લાગતો હોય છે અને નાના થી લઇને બધા ને ભાવશે singoda no shiro
તો સૌ પ્રથમ આપણે જોઇશું શિંગોડાના લોટનો શીરો બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે ત્યારબાદ જોઈશું કે તમે શિંગોડાના લોટનો શીરો કેવી રીતે ઘરે બનાવી શકો છો.

શિંગોડા ના લોટ નો શીરો બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make singoda no shiro
Ingredients
- બે વાટકી શિંગોડા નો લોટ
- એક વાટકી ખાંડ
- ચારથી પાંચ ઈલાયચી
- પાંચ નંગ કાજુ
- પાંચ નંગ બદામ
- જરૂર મુજબ પાણી
- દોઢ વાટકી ઘી
શિંગોડાના લોટનો શીરો બનાવવાની રીત | How to make singoda no shiro

STEP-1 શિંગોડાના લોટનો શીરો બનાવવાની રીત
તો સૌથી પહેલા ગેસ ઉપર આપણે એક કડાઈ મુકીશું કડાઈ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં ઘી મુકીશું ઘી આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક તપેલી ની અંદર આપણે ચારથી પાંચ વાટકી જેટલું પાણી મુકીશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં શિંગોડાનો લોટ ઉમેરીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું.
STEP-2
શિંગોડાના લોટને આપણે સારી રીતે શેકીશુ શિંગોડાના લોટમાં કલર બદલાય ત્યાં સુધી આપણે શિંગોડા ના લોટને શેકી લઈશું. લોટ માં સુગંધ આવે એટલે આપણો લોટ શેકાઈ જાય અને સુગંધ આવે એટલે આપણો લોટ શેકાઈ ગયો.
STEP-3
ત્યારબાદ આપણે એમાં ગરમ પાણી કરેલું થોડું થોડું આપણે ઉમેરતા જઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટને હલાવતા રહીશું તમારે શીરો છૂટો છૂટો જોઈતો હોય તો તમે થોડું ઓછું પાણી ઉમેરીને મિક્સ કરી લેવો શિંગોડાના લોટના શીરાને તમે ઢીલો બનાવો હોય તો તમે પાણી વધારે ઉમેરી શકો છો અને તમારે દૂધમાં બનાવવો હોય તો તમે દૂધમાં પણ બનાવી શકો છો તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે અહીંયા શિંગોડા ના લોટ ના શીરો આપણે બનાવી લીધો છે
STEP-4
ત્યારબાદ આપણે એમાં સમારેલા કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ ઉમેરીશું બધું મિક્સ કરી લઈશું ઉપરથી આપણે ફરીથી આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું તો આપણે અહીંયા દોઢ વાટકી ઘી લીધું છે એટલે પહેલા આપણે એક વાટકી ઘી આપણે શેકવામાં લીધું છે અને અડધી વાટકી ઘી આપણે શીરો જ્યારે શેકાઈ જાય ત્યારબાદ આપણે ઉપરથી નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે.
STEP-5
હવે આપણે ઉપરથી એક વાટકી દળેલી ખાંડ નાખીશું અને બધું જ આપણે શિરાને સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા ચાર થી પાંચ ઈલાયચીના દાણા કાઢીને વાટી લીધેલા છે એને આપણે ઈલાયચી પાવડરને આપણે ઉપરથી છાંટી લઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો શિંગોડાના લોટનો શીરો બનીને આપણો તૈયાર છે.
STEP-6
આ શીરો તમે શ્રાવણ મહિનામાં કે અગિયારસમાં તમે ખાઈ શકો છો અને બનાવવામાં ખૂબ જ એકદમ સહેલાઈથી બની જતો હોય છે તો આપણો શિંગોડાના લોટનો શીરો બનીને તૈયાર છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે શિંગોડાના લોટનો શીરો કેવી રીતે બનાવી શકાય જો તમને કંઈ પણ બનાવતી વખતે ગુંચવણ થાય તો તમે કોમેન્ટ બોક્ષની અંદર કમેન્ટ કરી શકો છો તો આવી જ નવી નવી વાનગીઓ અને ઉપવાસને લગતી વાનગીઓ બનાવવાની રીત તમે અમારી વેબસાઈટ ગુજરાતી રેસીપી ટિપ્સ પર જઈને જોઈ શકો છો.
 
					