દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati

દિવાળીનો તહેવાર એટલે આનંદ, મીઠાઈ, નાસ્તો અને સ્વાદિષ્ટ વાનગીઓનો મેળો. ઘરમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ સાથે વિવિધ નાસ્તા પણ બનાવવામાં આવે છે. તેમાં એક ખાસ અને લોકપ્રિય નાસ્તો છે જીરા પુરી. જીરાના સુગંધ સાથે બનેલી આ પુરી દિવાળી જેવા તહેવાર માટે એકદમ પરફેક્ટ છે. ચાલો જાણીએ દિવાળી સ્પેશિયલ Jeera Puri બનાવવાની રીત.

દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati

જીરા પુરી બનાવવા માટે વપરાતી સામગ્રી નીચે મુજબ છે | Ingredients used to make Jeera Puri

જરૂરી સામગ્રી (Ingredients):

  • 250 ગ્રામ મેંદાનો લોટ
  • બે મોટી ચમચી સફેદ તલ
  • અડધી વાટકી ઘી
  • એક ચમચી જીરૂ
  • મીઠું
  • જરૂર મુજબ પાણી

જીરા પુરી બનાવવાની રીત | How to make Jeera Puri

STEP-1
તો સૌથી પહેલા સફેદ તલને મિક્સર જારમાં અધ કચરા પીસી લેવા ત્યારબાદ એક વાસણમાં કાઢી લેવા એક ચમચી જીરું ઉમેરવું. ત્યારબાદ અડધી વાટકી ગરમ કરેલું ઘી ઉમેરવું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું બધું સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ મેંદાનો લોટ ઉમેરવો. થોડું થોડું પાણી ઉમેરતા જઈને મીડીયમ કડક લોટ બાંધી લેવો ત્યારબાદ ઢાંકીને દસ મિનિટ રહેવા દેવું.
દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati
STEP-2 
10 મિનિટ બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું ત્યારબાદ લોટને ચેક કરી લેવું. કડક લોટ લાગતો હોય તો તમે થોડું પાણી ઉમેરીને થોડો ઢીલો તમે કરી શકો છો વધારે પડતું ઢીલો નથી થવા દેવાનો નહીં તો પૂરી ચવડ બની જશે
દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati
STEP-3
ત્યારબાદ તમારી પસંદગીની પૂરી વણી લેવી પુરીની સાઇઝ મોટી હોય તો નાની તમે રાખી શકો છો એટલે બીજી રીતે તમારે જીરા પુરી બનાવી હોય તો તમારે એક મીડિયમ સાઇઝની પૂરી ને વણીને ચપ્પાથી એક પૂરી માંથી ચાર પીસ કરી લેવા તમને વધારે મોટા લાગતા હોય તો બીજું કટ કરીને નાના કરી શકો છો તમને આ બે રીત માંથી જે ફાવે એ રીતે તમે પૂરી બનાવી શકો છો
દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati
દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati
STEP-4
બધી જ પૂરી ને વણીને ત્યારબાદ તેલમાં તળી લેવી આજ રીતે બધી પૂરીને તળી લેવી. તો જીરા પુરી આપણી બનીને તૈયાર છે તો આ નાસ્તો તમે દિવાળી પર પણ બનાવી શકો છો તો જીરા પુરી બનાવવાની રીત પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati
દિવાળી સ્પેશિયલ જીરા પુરી બનાવવાની રીત | Jeera Puri Recipe in Gujarati
તો આવી જ નવી નવી લખેલી રેસીપી જોવા માગતા હોય તો મારી વેબસાઈટ પર જઈને તમે જોઈ શકો છો નવી નવી વાનગીઓ સાથે મળતા રહીશું થેન્ક્યુ
Spread the love

Leave a Comment