ચોમાસાની ઋતુમાં મળતું અને શરીર માટે બહુ સારું કંકોડાનું શાક કેવી રીતે બનાવી શકાય તે વિશેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટની અંદર આપણે જાણીશું kantola nu shaak બનવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે સાથે કંકોડાનું શાક કેવી રીતે બનાવી શકાય તેની રીત પણ આપણે આ પોસ્ટમાં જોઈશું.

કંકોડાનું શાક બનવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make kantola sabji
Ingredients
- અઢીસો ગ્રામ કંકોડા
- એક મીડિયમ સાઇઝની ડુંગળી
- જરૂર મુજબ તેલ
- એક ચમચી જીરૂ
- બે ચપટી હિંગ
- અડધી ચમચી હળદર પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- એક ચમચી તીખું મરચું
- અડધી ચમચી ગરમ મસાલો
- એક ચમચી ધાણાજીરું પાવડર
- ગાર્નીશિંગ માટે લીલા ધાણા
કંકોડાનું શાક બનાવવાની રીત | kantola nu shaak gujarati recipe

આપણે સૌથી પહેલા કંકોડાને સારી રીતે સારા બે થી ત્રણ પાણીની અંદર ધોઈ લઈશું એટલે કંકોડાની ઉપર જે ચોટેલો કચરો હોય એ બધો જ નીકળી જશે
ત્યારબાદ આપણે કંકોડાને કોરા થવા દઈશું આપણા કંકોડા કોરા પડે ત્યાં સુધી આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે લાંબી સાઈઝમાં સમારી લઈશું
કંકોડા આપણા કોરા પડી ગયા છે તો હવે આપણે એને લાંબી સાઈઝમાં બધા કંકોડાને આપણે સમારી લઈશું.
ત્યારબાદ આપણે ગેસ ઉપર કઢાઈ મુકીશું એની અંદર આપણે જરૂર મુજબ આપણે તેલ નાખીશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થાય ત્યારબાદ આપણે એમાં એક ચમચી જીરૂ નાંખીશું બે ચપટી હિંગ નાખીશું બધું સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે એમાં ડુંગળી નાખીશું અને આપણે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થોડી થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે એમાં સમારેલા કંકોડા નાખીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું.
ત્યારબાદ ચાર થી પાંચ મિનિટ આપણે એને ઢાંકણ ઢાંકીને થવા દઈશું. ત્યારબાદ આપણે એને ચેક કરીને 50% જેટલા જ્યારે કંકોડા કુક(cook) થઈ જાય ત્યારબાદ આપણે એમાં મસાલા ઉમેરીશું.
- એક ચમચી આપણે તીખું મરચું લઈશું.
- અડધી ચમચી આપણે ગરમ મસાલો
- એક ચમચી આપણે ધાણાજીરું પાવડર
બધું જ આપણે સારી રીતે મિક્સ કરી અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું. ચારથી પાંચ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એને ફરી ચેક કરી લઈશું. તો હવે આપણા કંકોડાનું શાક બનીને તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીને ઉપરથી લીલા ધાણા નાખીશું બધું આપણે સારી રીતે મિક્સ કરીશું હવે આપણે એક ડીશમાં લઈને સર્વ કરી લઈશું તો આપણું કંકોડા નું શાક બનીને આપણું તૈયાર છે તો આ કંકોડાનું શાક બનાવવાની રીત તમને ગમી હોય તો આવી જ બીજી વાનગીઓ બનાવવાની રીત અમારી ગુજરાતી રસોઈ ટિપ્સ ની વેબસાઈટ પર જઈને તમે જોઈ શકો છો.