Lemon Pickle Recipe In Gujarati | લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત

ગુજરાતી રસોડાનું એક અભિન્ન અંગ એટલે અથાણું. ઘરમાં ભોજન સાથે અથાણું ન હોય તો ખાવાનું અધૂરું લાગે. ખાસ કરીને લીંબુનું ખાટું મીઠું અથાણું તો લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તેમાં રહેલું તીખાશ, ખાટાશ અને મીઠાશનો સુંદર સંયોજન ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

આજના આ બ્લોગમાં આપણે શીખીશું કે Lemon Pickle કેવી રીતે બનાવવું – સરળ રીત, જરૂરી સામગ્રી, સંગ્રહ કરવાની રીત, ફાયદા તથા ખાસ ટીપ્સ.

Lemon Pickle Recipe In Gujarati | લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત

લીંબુનુ ખાટું મીઠું અથાણું બનાવવાની સામગ્રી | Ingredients for making lemon pickle

જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ લીંબુ
  • 600 ગ્રામ ગોળ
  • એક ચમચી હળદર
  • એક ચમચી મીઠું
  • 100 ગ્રામ તેલ
  • ત્રણ ચમચી ધાણાના કુરિયા
  • ત્રણ ચમચી રાઈના કુરિયા
  • ત્રણ ચમચી શેકેલા જીરાનો પાવડર
  • બે ચમચી અથાણા નો મસાલો
  • એક ચમચી હિંગ
  • એક કાચની અથવા પ્લાસ્ટિકની બરણી

લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત | How to make lemon pickle

Lemon Pickle Recipe In Gujarati | લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત

STEP-1

સૌથી પહેલા લીંબુ ને સારા પાણીથી આપણે ધોઈ લેવા ધોયા પછી એક કાણાવાળા વાસણમાં કાઠી લેવા લીંબુ ને આપણે કોરા થવા દેવા કોરા થાય ત્યારબાદ આપણે એક કપડાથી લીંબુ ને સાફ કરી લેવા ત્યારબાદ છરીની મદદથી લીંબુ ને કટ કરીને એક લીંબુના આઠ ભાગ કરી લેવાના જો તમને એનાથી નાના પીસ પણ ગમતા હોય તો તમે એ રીતે પણ કટ કરી શકો છો.

STEP-2

બધા જ લીંબુ ને કટ કરી લેવા લીંબુ ને કટ કર્યા પછી એક ચમચી હળદર પાઉડર,એક ચમચી મીઠું બધું સારી રીતે મિક્સ કરી લેવું હાથની વડે મિક્સ નથી કરવાનું ચમચીથી જ મિક્સ કરવાનું છે અને ચમચીથી પણ મિક્સ ના કરવું હોય તો તમે જે વાસણની અંદર તમે લીંબુને કાઢ્યા છે એ તમે ઉછાળીને પણ તમે મિક્સ કરી શકો છો.

STEP-3

ત્યારબાદ આપણે એક સ્ટીમર લેવાનું છે એની અંદર એક સ્ટેન્ડ મૂકવાનું છે સ્ટેન્ડની અંદર તમારે મોટું વાસણ લેવાનું છે એની અંદર આપણે બધા લીંબુના કટકા કરેલા છે એ બધા જ આપણે અહીંયા એક વાસણમાં લઇ લેવાના છે લઈ લીથા પછી ઢાંકણ બંધ કરીને 10 થી 15 મિનિટ સુધી એને બાફી લેવા.

STEP-4

તમારે એ રીતે ના કરવું હોય તો તમે પ્રેશર કુકર નો ઉપયોગ કરીને પણ કરી શકો છો તો તમારે એક કુકર લેવાનું છે એની અંદર તમારે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે એની અંદર તમારે એક સ્ટેન્ડ મૂકવાનું છે ત્યારબાદ તમે અંદર જે વાસણમાં લીંબુના કટકા ભર્યા હોય એ લીંબુના કટકા તમે અંદર સ્ટેન્ડ ઉપર મૂકી અને ડીસ ઢાંકીને તમે ત્રણથી ચાર કૂકરની સિટી કરીને પણ તમે એને બાફી શકો છો.

STEP-5

લીંબુ બફાઈ જાય ત્યારબાદ તેને એક કાણાંવાળી ચારણીમાં કાઢી લેવા અને લીંબુ ના કટકાને  ઠંડા થવા દઈશું લીંબુના કટકા ઠંડા થાય ત્યાં સુધી આપણે અથાણા નો મસાલો બનાવી લઈશું તો સૌથી પહેલા આપણે ગોળ લેવાનો છે ગોળ ને તમારે સમારી લેવાનો છે સમારી લીથા બાદ એને આપણે મોટા વાસણમાં લઈ લઈશું.

STEP-6

હવે આપણે ત્રણ મોટી ચમચી ધાણાના કુરિયા મિક્સર જારમાં પીસી લેવાના છે અને એ જ રીતે આપણે ત્રણ ચમચી રાયના કુરિયા લેવાના છે બધું જ આપણે સારી રીતે મિક્સર જારમાં પીસી લેવાનું છે અને ત્રણ ચમચી આપણે જીરું ને પેનમાં થોડું શેકી લેવાનું છે ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં એને પણ પીસી લેવાનું છે બધું જ આપણે ગોળમાં મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે એમાં બે ચમચી અથાણાનો મસાલો ઉમેરવાનો છે અને 100 ગ્રામ જેટલું આપણે તેલ ઉમેરવાનું છે એક ચમચી હિંગ લેવાની છે એને પણ આપણે ઉમેરી લેવાની છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે.

STEP-7

લીંબુના જે કટકા હોય એ બધા જ આપણે ઠંડા થયા બાદ આપણે એમાં મિક્સ કરી દેવાના છે અને બધું સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે લીંબુનું અથાણું આપણું તૈયાર છે આ લીંબુના અથાણાને આપણે એક દિવસ માટે બહાર રહેવા દેવાનું છે અને તમારે દિવસમાં વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે અને ઠંડુ થાય અને બધો જ ગોળ સરસ ઓગળી જાય ત્યારબાદ તમારે એક કાચની બરણીમાં ભરી લેવાનું છે તો લીંબુનુ ખાટું મીઠું અથાણું બનીને આપણું તૈયાર છે.
Lemon Pickle Recipe In Gujarati | લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત

લીંબુના અથાણાંની ખાસિયતો

  • ભાત, થેફલા, રોટલી કે ખાખરા સાથે સરસ લાગે છે.

  • ભૂખ વધારવાનું કામ કરે છે.

  • પાચનશક્તિ સુધારે છે.

  • ખાસ કરીને શિયાળામાં ગરમ પડતાં ભોજન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

લીંબુના અથાણાંના આરોગ્યલક્ષી ફાયદા

  1. વિટામિન C નું શ્રેષ્ઠ સ્ત્રોત
    લીંબુમાં વિટામિન C ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

  2. પાચનશક્તિ સુધારવી
    અથાણાંમાં રહેલું મીઠું અને મસાલા પાચનક્ષમતા વધારવામાં સહાય કરે છે.

  3. ભૂખ વધારવું
    ખાટું-મીઠું સ્વાદ ભોજન માટે રુચિ ઉત્પન્ન કરે છે.

સાચવવાની રીત

  • બરણી હંમેશાં હવા થી સુરક્ષિત અને સૂકી હોવી જોઈએ.

  • હાથથી અથાણું કાઠવુ જેટલું શક્ય હોય તેટલું ટાળો, હંમેશા સ્વચ્છ ચમચો વાપરો.

Lemon Pickle Recipe In Gujarati | લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત

ખાસ ટીપ્સ

  • અથાણાં માટે હંમેશા રસદાર અને તાજા લીંબુ વાપરો.

  • જો તમે વધુ લાંબા સમય માટે અથાણું રાખવું હોય, તો તેલ સારી માત્રામાં ઉમેરો.

  • ધૂળ અને ભેજથી બચાવવાની ખાસ કાળજી રાખો.

લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવું અત્યંત સરળ છે અને તેમાં ઓછા ઘટકોમાં વધુ સ્વાદ છુપાયેલો છે. જો તમે હજી સુધી ઘરમાં અથાણું બનાવ્યું ન હોય, તો આ રેસીપી તમારા માટે યોગ્ય છે. ઘરે બનાવેલું અથાણું માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વચ્છ અને આરોગ્યપ્રદ પણ હોય છે.

તમારું ઘરનું ભોજન વધુ રસદાર બનાવો – આજે જ લીંબુનું અથાણું બનાવો!

જો તમને આ રેસીપી ગમી હોય, તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમે આ રેસીપી ટ્રાય કરો અને તમારું અનુભવ અમને કમેંટમાં જણાવો!

Spread the love

Leave a Comment