કોરા મગ નું શાક એક સરળ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. મગ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. ચાલો હવે કોરા મગ નું શાક બનાવવાની રીત જોઈએ સૌપ્રથમ જોઇશુ mag nu shaak બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે.

કોરા મગ નું શાક બનાવવાની સામગ્રી | Ingredients for making mag nu shaak
સામગ્રી
- પલાળેલા મગ
- 10 લસણની કડી
- બે લીલા મરચા
- બે સુકા મરચા
- એક ચમચી રાઈ
- એક ચમચી જીરુ
- એક ચમચી ધાણાજીરું પાવડર
- અડધી ચમચી ગરમ મસાલો
- મીઠા લીમડાના પાન
- હિંગ
- અડધી ચમચી હળદર પાઉડર
- એક ચમચી કાશ્મીરી લાલ મરચું
- સ્વાદ પ્રમાણે મીઠું
- બે ચમચી લીંબુનો રસ
- એક ચમચી ખાંડ
- થોડા લીલા ધાણા
- જરૂર મુજબ તેલ
કોરા મગ નું શાક બનાવવાની રીત | How to make mag nu shaak

STEP-1
જેટલી માત્રામાં તમારે શાક બનાવવાનું હોઈ એટલી જ માત્રામાં તમારે મગ ને 6 થી 7 કલાક પહેલા પલાળી દેવા પલડેલા મગ ની અંદરથી પાણી કાઢી લેવું.
STEP-2
ત્યારબાદ લસણની કળીને ઝીણી ઝીણી સમારી લેવી અને તીખા મરચા તમારે તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો તીખા મરચા ને પણ આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે.
STEP-3
ત્યારબાદ કુકર લઈશું કુકરને આપણે ગેસ ઉપર રાખીને તેને અંદર જરૂર મુજબ તેલ ઉમેરવું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરૂ મીઠા લીમડાના પાન સમારી લસણની કડી સમારેલા મરચા બે લાલ સુકા મરચા બધું જ એડ કરી દેવું.

STEP-4
બધું જ બરાબર સાંતળી લેવું છે હળદર પાવડર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું પાવડર, બે ચપટી હિંગ પાવડર ઉમેરવો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું બધું સારી રીતે મિક્સ કરીને સાંતળી લેવું.

STEP-5
બધું સારી રીતે સાંતળી લેવું લસણ કાચું રહેશે તો તમારો મગનું શાકનો સ્વાદ સારો નહીં લાગે ત્યારબાદ પલડેલા મગ ઉમેરવા બધું સારી રીતે મિક્સ કરીને અડધી વાટકી જેટલું પાણી નાખીને બધું સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરનો ઢાંકણ બંધ કરીને બે વિસલ(સિટી) થવા દેવી.

STEP-6
ત્યારબાદ કુકરને ઠંડુ થવા દેવું ત્યારબાદ કુકરને ખોલીને ચેક કરી લેવું. તો તમે ચેક કરશો તો મગના દાણા સરસ એકદમ કૂક(cook) થઈ ગયા છે ત્યારબાદ ઉપરથી એક ચમચી ખાંડ ઉમેરવી બે ચમચી લીંબુનો રસ લીલા ધાણા સમારેલા બધું જ મિક્સ કરીને ગેસ ઉપર બે મિનિટ ધીમા તાપે થવા દેવું બે મિનિટ પછી કૂકર ખોલવું તો ટેસ્ટી છુટા કોરા મગનું શાક બનીને આપણું તૈયાર છે.
આજની રેસિપી તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો આવી જ નવી નવી રેસિપી મારી વેબસાઈટ પર જઈને તમે જોઈ શકો છો થેન્ક્યુ
