સાતમ માટે બનાવો ફટાફટ બની જતા સ્પેશિયલ મકાઈના વડા આ પોસ્ટ માં આપડે જોઇશુ કે એકદમ સરળ રીતે તમે ઘરે મકાઈ ના લોટ ના વડા કેવી રીતે બનાવી શકો છો સાથે મકાઈ ના વડા બનાવવા તમારે કઈ કઈ વસ્તુ ની જરૂર પડશે તો આ પોસ્ટ ને અંત સુધી વાંચજો Makai Na Vada બનાવની રેસીપી જાણવા માટે.

મકાઈ વડા બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make Makai Vada
Ingredients
- જરૂર મુજબ મકાઈનો લોટ
- બે તીખા મરચા
- દોઢ ઇંચ આદુનો ટુકડો
- 10 થી 12 લસણની કડી
- બે મોટી ચમચી સફેદ તલ
- બે મોટી ચમચી ખાંડ
- અડધી ચમચી હળદર પાઉડર
- અડધી ચમચી તીખું મરચું
- એક ચમચી ધાણાજીરું પાવડર
- અડધી ચમચી ગરમ મસાલો
- એક વાટકી ખાટું દહીં
- સ્વાદ પ્રમાણે મીઠું
- અડધી વાટકી લીલા ધાણા
- તળવા માટે તેલ
- એક 500 ગ્રામ જેટલી દૂધી
મકાઈના વડા બનાવવાની રીત | Makai Na Vada Gujarati Recipe

STEP-1
તો સૌથી પહેલા દૂધીને ઉપરથી છાલ ઉતારી લઈશું. ત્યારબાદ સારી રીતે આપણે એને ઉપરથી આખી દુધીની ધોઈ લઈશું દૂધીને ધોયા બાદ એક છીણી લઈશું છીણીથી આપણે દુધીને છીણી લઈશું જાડું છીણ રાખવાનું છે પતલુ છીણ નથી રાખવાનું દુધીને છીણ્યા પછી દૂધીમાં રહેલું પાણી બંને હાથની મદદથી દૂધીને નીચોવીને બધું જ પાણી કાઢી લેવું.
STEP-2
ત્યારબાદ આદુ-લસણ મરચાં અને ખાંડણીમાં વાટી લેવા અથવા તો મિક્સર જારમાં પીસી લેવાનું ત્યારબાદ એમાં નાખીશું બે મોટી ચમચી સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી તીખું મરચું, અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી ધાણાજીરું પાવડર, એક વાટકી ખાટું દહીં, બે ચમચી ખાંડ, અડધી વાટકી ઝીણા સમારેલા લીલા ધાણા.
STEP-3
બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું જ્યાં સુધી આપણી ખાંડ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી એને બધું જ આપણે મિક્સ કરતું લેવું ઓગળતા પાંચ થી છ મિનિટનો ટાઈમ લાગશે ત્યારબાદ મકાઈના લોટને થોડો થોડો ઉમેરતા જઈને થોડો કઠણ લોટ બાંધી લેવો લોટને ઢાંકીને એક કલાક માટે એને રેસ્ટ આપી દઈશું એક કલાક થઈ જાય ત્યારબાદ લોટને આપણે ખોલી અને ફરીથી એકવાર એકદમ થોડો હલકા હાથેથી મસળી લઈશું.

STEP-4
જો તમને વડાનો લોટ તમને થોડો ઢીલો લાગતો હોય તો ફરીથી તમે થોડો મકાઈનો લોટ ઉમેરીને થોડો મસળી લેવો. એકવાર તમારે લોટને ટેસ્ટ કરી લેવાનો તમને કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો મસાલા તમે એડ કરી શકો છો વડા આપણે બનાવીએ તે પહેલા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું.
STEP-5
હવે આપણે હથેળીમાં થોડું તેલ લગાવીને નાના નાના વડા બનાવી લઈશું તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે વડાને અંદર તેલમાં એડ કરીશું ગેસની ફ્લેમ આપણે મીડીયમ રાખવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળાવા દઈશું બધા જ વડા આપણા તળાઈને તૈયાર છે સાતમના મકાઈના વડા આપણા બનીને તૈયાર છે તો તમે આને દહીં સાથે પણ ચા સાથે પણ ખાઈ શકો છો તો મકાઈના વડા બનાવવાની રીત તમને મારી કેવી લાગી કોમેન્ટ કરી ને જરૂર જણાવજો નવી નવી રેસિપી ની રીત લખેલી તમારી જોઈતી હોય તો મારી વેબસાઈટ પર જઈને તમે જોઈ શકો છો થેન્ક્યુ.