Makai No Handvo Recipe in Gujarati | લીલી મકાઈ નો હાંડવો બનાવવાની રીત 

ગુજરાતી ઘરમાં હાંડવો ખૂબ જ લોકપ્રિય વાનગી છે. સામાન્ય રીતે હાંડવો ચણાના લોટ, દાળ અથવા ચોખા વડે બનતો હોય છે, પરંતુ આજે આપણે ખાસ લીલી મકાઈ નો હાંડવો બનાવવાની રીત જાણીશું. આ Handvo સ્વાદિષ્ટ તો છે જ, સાથે પૌષ્ટિક પણ છે. ચા કે નાસ્તા સાથે અથવા સાંજના ભોજનમાં આ વાનગી માણી શકાય છે.
Makai No Handvo Recipe in Gujarati | લીલી મકાઈ નો હાંડવો બનાવવાની રીત 

મકાઈ હાંડવો બનાવવા માટે જોઈતી સામગ્રી | Ingredients needed to make makai handvo at home

સામગ્રી 

  • એક કિલો અમેરિકન મકાઈ 
  • એક વાટકી સોજી અથવા કણકી કુરમાનો લોટ 
  • ત્રણ મોટી ચમચી ખાટું દહીં 
  • બે મોટી ચમચી ગોળ 
  • એક ચમચી તીખું મરચું 
  • અડધી ચમચી હળદર પાઉડર 
  • અડધી ચમચી ગરમ મસાલો 
  • એક ચમચી ધાણાજીરું પાવડર 
  • સમારેલા થોડા લીલા ધાણા 
  • એક મિડીયમ સાઈઝ નું બટાકુ
  • સ્વાદ પ્રમાણે મીઠું 
  • એક મોટી ચમચી રાઈ 
  • ચાર મોટી ચમચી તેલ
  • બે મોટી ચમચી સફેદ તલ 
  • અડધી ચમચી હિંગ 
  • મીઠા લીમડાના પાન 
  • બે ચપટી ખાવાનો સોડા

લીલી મકાઈનો હાંડવો બનાવવાની રીત | How to make makai handvo

Makai No Handvo Recipe in Gujarati | લીલી મકાઈ નો હાંડવો બનાવવાની રીત 

STEP-1

સૌથી પહેલા મકાઈની ઉપરથી એના છીલકા કાઢી લેવા ત્યારબાદ મકાઈને એક ચોખ્ખા પાણીથી ધોઈ લેવી ત્યારબાદ છીણી ની મદદથી મકાઈ ને છીણી લેવી છીનતા પહેલા બે ચમચી જેટલા મકાઈ દાણા કાઢી લેવા ત્યારબાદ બધી મકાઈ ને છીણી લેવી.

Makai No Handvo Recipe in Gujarati | લીલી મકાઈ નો હાંડવો બનાવવાની રીત 

STEP-2

ત્યારબાદ છીણ ની અંદર એક વાટકી સોજી અથવા કણકી કુરમાનો લોટ ઉમેરવો ત્રણ ચમચી ખાટું દહીં ઉમેરવું બે મોટી ચમચી ગોળ ઉમેરવો ગોળ નું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો ત્યારબાદ એક ચમચી તીખું મરચું ઉમેરવું આદુ મરચાની પેસ્ટ પણ તમે ઉમેરી શકો છો સમારેલા લીલા ધાણા અને એક ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું બધું જ ઉમેરી દેવું બધું જ મિક્સ કરીને એક કલાક સુધી આપણે એને ઢાંકીને રહેવા દેવાનું.

STEP-3

એક કલાક પછી ચેક કરી લેવું તો તમે જોશો તો સોજી સરસ ફૂલી ગયો હશે ત્યારબાદ એક મિડીયમ સાઈઝના બટાકા ને લઈને ઉપરની છાલ કાઢી લેવી છીણી ની મદદથી છીણી લેવું ત્યારબાદ બે થી ત્રણ પાણી ધોઈ અને કાણાવાળી જાળીમાં પાણી નિતરવા રાખી દેવું છે બધું જ પાણી નીકળી જાય ત્યારબાદ બટાકાનું છીણ ઉમેરી બધું જ મિક્સ કરી લેવું.

STEP-4

ત્યારબાદ વઘાર તૈયાર કરવો એક વઘારીયામાં ચારથી પાંચ મોટી ચમચી તેલ ઉમેરવું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ, બે ચમચી સફેદ તલ, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન તેલમાં ઉમેરી દેવું ત્યારબાદ ગેસને બંધ કરી દેવો વઘાર ઉપર એક ડીશ ઢાંકીને રહેવા દેવી.

Makai No Handvo Recipe in Gujarati | લીલી મકાઈ નો હાંડવો બનાવવાની રીત 

STEP-5

ત્યારબાદ તૈયાર કરેલા લીલી મકાઈનો ખીરાની અંદર બે ચપટી ખાવાનો સોડા અને તૈયાર કરેલા વઘારને બે ચમચી સોડા ઉપર ઉમેરી દેવું ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું ત્યારબાદ એક નોનસ્ટીક પેનને ગેસ ઉપર રાખીને ગરમ થવા દેવું ત્યારબાદ તૈયાર કરેલા વઘારને બે થી ત્રણ ચમચી ઉમેરી દેવો ત્યારબાદ લીલી મકાઈ નો ખીરાને ગોળ શેપ પાથરી લેવું એની ઉપર પણ એક થી બે ચમચી જેટલો વઘાર રેડી દેવો ઢાંકણ ઢાંકીને પાંચ થી સાત મિનિટ થવા દેવું.

Makai No Handvo Recipe in Gujarati | લીલી મકાઈ નો હાંડવો બનાવવાની રીત 

STEP-6

ત્યારબાદ હાંડવો બીજી બાજુ ફેરવી લેવો આજ રીતે બધો હાંડવો તૈયાર કરી લેવો તો આ રીતે ઘરે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી શકાય છે તો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મળતા રહીશું નવી નવી વાનગી સાથે નવી રેસિપી જોવા માટે મારી વેબસાઈટ પર જઈને તમે જોઈ શકો છો આભાર

 

વધારે માહિતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો

Spread the love

Leave a Comment