મટર પનીર બનાવવાની રીત | Matar Paneer Recipe in Gujarati

ભારતીય રસોઈમાં મટર પનીર એક ખૂબ જ લોકપ્રિય શાક છે. ખાસ કરીને પંજાબી રસોઈમાંથી આવેલ આ વાનગી આજે લગભગ દરેક ઘરમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. મટર (વટાણા) અને પનીરના ટુકડાઓને મસાલેદાર ગ્રેવીમાં મિક્સ કરી બનાવવામાં આવતું આ શાક નાન, રોટલી કે ભાત સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ચાલો આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ Matar Paneer બનાવવાની સરળ રીત જાણીએ.

મટર પનીર બનાવવાની રીત | Matar Paneer Recipe in Gujarati

મટર પનીર બનાવવા માટે વપરાતી સામગ્રી નીચે મુજબ છે | Ingredients used to make Mutter Paneer

સામગ્રી 

  • એક વાટકી લીલા વટાણા 
  • 200 ગ્રામ પનીર 
  • ત્રણ મીડિયમ ડુંગળી 
  • ત્રણ મીડીયમ ટામેટા 
  • બે ટુકડા આદુના 
  • 10 થી 12 લસણની કડી 
  • બે તીખા મરચાં 
  • જરૂર મુજબ તેલ
  • ચમચી કાશ્મીરી લાલ મરચું 
  • 10 થી 12 લીલા ધાણાની દંડી 
  • અડધી ચમચી હળદર પાવડર 
  • એક મોટી ચમચી ઘી 
  • બે ચમચી તેલ
  • એક ચમચી જીરૂ
  • સ્વાદ પ્રમાણે મીઠું 
  • બે ચમચી મગજ તરીના બી 

સિક્રેટ મસાલાની સામગ્રી 

  • બે મોટી ચમચી સૂકા ધાણા 
  • બે ઈલાયચી નાની 
  • એક મોટી ઈલાયચી 
  • એક તજનો ટુકડો 
  • એક તમાલપત્ર 
  • ચાર લવિંગ
  • એક ચમચી વરિયાળી 
  • 10 થી 12 કાળા મરી

સિક્રેટ મસાલા સાથે મટર પનીર બનાવવાની રીત | Matar Paneer Recipe

STEP-1 
તો સૌથી પહેલા લીલા વટાણાને બાફી લેવા ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી સાઈઝમાં સમારી લેવી ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને પણ લાંબી સાઈઝમાં સમારી લેવા.
મટર પનીર બનાવવાની રીત | Matar Paneer Recipe in Gujarati
STEP-2 
ત્યારબાદ ગેસ ઉપર એક પેન મૂકવું પેન ગરમ થાય એટલે એમાં બે ચમચી તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં સમારેલી ડુંગળી ઉમેરવી ડુંગળીને બે મિનિટ સાંતળી લેવી ત્યારબાદ એમાં લસણની કળી ઉમેરવી બે આદુના ટુકડા ઉમેરવા બધું સારી રીતે સાંતળી લેવું.
STEP-3
ત્યારબાદ સમારેલા ટામેટા ઉમેરવા બે ચમચી મગજતરીના બી ઉમેરવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું અને બધું મિક્સ કરી લેવું એને બે થી ત્રણ મિનિટ ઢાંકી દેવું.
STEP-4
બધું સતળાય છે ત્યાં સુધી બીજી સાઈડ આપણે મટર પનીર નો સ્પેશિયલ મસાલો બનાવીશું ગેસ ઉપર એક નાનું પેન મૂકવું એમાં બે મોટી ચમચી સૂકા ધાણા ઉમેરવા બે નાની ઈલાયચી, એક તજનો ટુકડો, એક તમાલપત્ર, એક મોટી ઈલાયચી, એક ચમચી વરિયાળી, ત્રણ થી ચાર લવિંગ, 10 થી 12 કાળા મરી, બધું જ ગેસ ઉપર 30 સેકન્ડ જેટલું શેકી લેવું ત્યારબાદ ઠંડુ થયા બાદ મિક્સર જારમાં પીસી લેવું તો મટર પણ એનો સિક્રેટ મસાલો આપણે બનીને તૈયાર છે .
મટર પનીર બનાવવાની રીત | Matar Paneer Recipe in Gujarati
STEP-5 
તો બીજી બાજુ ગેસ પર મુકેલ ડુંગળી ટામેટાને બધું ચેક કરી લેવું. તો ગેસ બંધ કરીને બધું ઠંડુ થવા દેવું ઠંડુ થાય ત્યારબાદ મિક્સર જારમાં થોડું પાણી નાખીને પીસી લેવું.
મટર પનીર બનાવવાની રીત | Matar Paneer Recipe in Gujarati
STEP-6
ત્યારબાદ ગેસ પર એક કડાઈ મૂકવી કડાઈ ગરમ થાય એટલે એમાં એક ચમચી ઘી ઉમેરવું ત્યારબાદ બે મોટી ચમચી તેલ ઉમેરવું બધું જ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરું ઉમેરવું એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવું ત્યારબાદ મિક્સર જારમાં પીસેલી પેસ્ટ ઉમેરવી બધું સારી રીતે સાંતળી લેવું.
STEP-7
ત્યારબાદ અડધી ચમચી હળદર પાઉડર ઉમેરવો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બાફેલા વટાણા ઉમેરવા બધું જ મિક્સ કરી લેવું ત્યારબાદ પનીર ઉમેરવુ ત્યારબાદ સ્પેશીયલ મસાલો બનાવેલો એ ઉમેરવો બધું જ મિક્સ કરી લેવું ત્યારબાદ અંદર થોડું પાણી ઉમેરવું ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ થવા દેવું.
મટર પનીર બનાવવાની રીત | Matar Paneer Recipe in Gujarati
STEP-8
ત્યારબાદ ઉપરથી એક ચમચી કસુરી મેથી ઉમેરવી બધું મિક્સ કરીને પછી ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરવા તો ટેસ્ટી અને ચટાકેદાર મટર પનીર બનીને તૈયાર છે.
મટર પનીર બનાવવાની રીત | Matar Paneer Recipe in Gujarati
આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આવી જ નવી નવી લખેલી રેસિપી મારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો થેન્ક્યુ.

સિક્રેટ મસાલા સાથે મટર પનીર બનાવવાની રીત વિશે વધારે જાણકારી મેળવવા માટે નીચે આપેલ વીડિયો જોઈ શકો છો

Spread the love

Leave a Comment