Motichoor Ladoo Recipe in Gujarati | મોતીચૂર ના લાડુ બનાવવાની રીત 

મોતીચૂર લાડુ ભારતની સૌથી લોકપ્રિય અને પરંપરાગત મીઠાઈઓમાંની એક છે. ખાસ કરીને તહેવારો, લગ્ન કે શુભ પ્રસંગોમાં મોતીચૂર લાડુ વિના ઉજવણી અધૂરી લાગે છે. નરમ, મોઢામાં ઓગળી જાય એવા નાના બૂંદીથી બનેલા આ લાડુ સ્વાદમાં મીઠા અને સુગંધમાં મનમોહક હોય છે. આજે આપણે ઘરે જ સરળ રીતે Motichoor Ladoo કેવી રીતે બનાવાય તે જાણીએ.

Motichoor Ladoo Recipe in Gujarati | મોતીચૂર ના લાડુ બનાવવાની રીત 

મોતીચૂર ના લાડુ બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make Motichoor Ladoo

સામગ્રી

  • 150 ગ્રામ બેસન
  • 100 ગ્રામ ખાંડ
  • બે ચપટી ઓરેન્જ ફૂડ કલર
  • એક ચમચી ઘી
  • બે ચપટી ખાવાના સોડા
  • એક ચમચી મગજતરી ના બી
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ પાણી

મોતીચૂર ના લાડુ બનાવવાની રીત | How to make Motichoor Ladoo

Motichoor Ladoo Recipe in Gujarati | મોતીચૂર ના લાડુ બનાવવાની રીત 

STEP-1

મોતીચૂના લાડુ બનાવવા માટે સૌથી પહેલા બેસનની ચાળી લેવું બે ચપટી ખાવાનો સોડા ઉમેરવો તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને મીડીયમ પતલુ ખીરું કરી લેવું ખીરું થઈ જાય ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અથવા તો ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થઈ જાય એટલે એમાં જારા ની મદદથી અથવા તો છીણી ની મદદથી બુંદી પાડી લેવી.
Motichoor Ladoo Recipe in Gujarati | મોતીચૂર ના લાડુ બનાવવાની રીત 

STEP-2

તમે જારા નો ઉપયોગ કરો તો એકવાર એનો ઉપયોગ કર્યા પછી ત્યારબાદ તેને ધોઈ લેવું અને પછી ફરીથી એને વાપરવો તમે એક જ રીતે બુંદી પાડશો તો ગોળ શેપમાં બુંદી નહીં પડે અને ગાંઠા થઈ જશે એટલે એને એકવાર બુંદી પાડો ત્યારબાદ ધોઈ અને કોટન થી જારાને કોરો કરીને ફરીવાર વાપરવો બધી જ બુંદી પડી જાય એટલે બુંદી ને થોડી ઠંડી થવા દેવી.
Motichoor Ladoo Recipe in Gujarati | મોતીચૂર ના લાડુ બનાવવાની રીત 

STEP-3

બુંદી ઠંડી થઈ જાય ત્યારબાદ તેને એક કટરમાં એને અધકચરી પીસી લેવી હવે આપણે ચાસણી બનાવીશુ એક પેનમાં એક વાટકી ખાંડ ઉમેરવી ત્યારબાદ એક વાટકી પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યારબાદ એમાં બે ચપટી ઓરેન્જ ફૂડ કલર ઉમેરવો ત્યારબાદ બધું મિક્સ કરી લેવું બધું મિક્સ થઈ જાય એટલે એને બે મિનિટ સુધી એને થવા દેવી.

STEP-4

ત્યારબાદ ભૂકો કરેલી બુંદી ઉમેરવી અને બધું સારી રીતે મિક્સ કરી લેવું. બધું જ મિક્સ થઈ જાય એટલે એમાં મગજતરી ઉમેરવી ત્યારબાદ બનેલ મોતીચુર લાડુ ના મિશ્રણ ને થોડું ગરમ હોય એટલે આપણે એને હાથની મદદથી લાડુ વાળી લેવા.
ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોતીચૂના લાડુ બનીને આપણા તૈયાર છે આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મળતા રહેશું નવી નવી વાનગીઓ સાથે જો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો મારી વેબસાઈટ પર જઈને તમે જોઈ શકો છો.
Spread the love

Leave a Comment