
સામાની ખીચડી બનાવવા માટે જોઈતી જરૂરી સામગ્રી | Ingredients needed to make Sama ni Khichdi
સામગ્રી
- અડધી વાટકી સામો
- ત્રણ લીલા મરચા
- એક ચમચી જીરૂ
- મીઠા લીમડાના પાન
- સ્વાદ પ્રમાણે મીઠું
- એક ચમચી ઘી
- ત્રણ ચમચી દહીં
સામા પાંચમ માં ખવાતી સામાની ખીચડી બનાવવાની એકદમ સરળ રીત | A very easy way to make Sama Khichdi, which is eaten in Sama Pancham

STEP-1
તો સૌથી પહેલા સામો સાત થી આઠ પાણીએ સારી રીતે ધોઈ લેવો ત્યારબાદ એક ઝીણી ચારણીમાં કાઢીને એને પાણી નીતરવા મૂકી દેવું
STEP-2
પાણી બધું જ નીકળી જાય એટલે એને કોટન ના કપડામાં ખુલ્લો કરીને એને કોરો કરી લેવો. ત્યારબાદ સાફ કરી લેવો એટલે કે એને વીની લેવો સમા ની અંદર કાકરી અને ઝીણી પથરી બહુ આવતી હોય છે એટલા માટે આપણે આ રીતે તમારે સાફ કરવાનો છે તો તમારામાં કોકરી કે કંઈપણ કચરો નહીં રહે અને સરસ ચોખ્ખો થઈ જશે અને કાંકરી વિનવામાં તમને બહુ ખૂબ મહેનત પણ નહીં પડે તો આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે એકવાર તમે જરૂરથી સાફ કરીને બનાવશો તો સમો તમારો એકદમ સરસ બનશે અને કચ કચ પણ નહિ આવે.
STEP-3
તો સામા ને સાફ કર્યા બાદ જ્યારે આપણે સામો બનાવવાનો હોય ત્યારે એને ફરીથી એક થી બે પાણીએ ધોઈ લેવું.
STEP-4

ત્યારબાદ વઘાર માટે ગેસ ઉપર એક કડાઈ મુકીશું એમાં એક ચમચી ઘી ગરમ થાય એટલે એમાં જીરું, સમારેલા લીલા મરચા અને મીઠા લીમડાના પાન ઉમેરીશું બધું જ સારી રીતે સાંતળી લેવું ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવું બધું સારી રીતે ઉકળી જાય ત્યારબાદ એમાં ધોઈ લો સામો ઉમેરવો બધું જ મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું.
STEP-5

તમારે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું એક થી બે વાર ત્યારબાદ ઢાંકણ ખોલીને ચેક કરી લેવું તમારા સામામાં પાણી બધું પાણી બળી ગયું એટલે કે ચુસાઈ ગયું હોય તો એમાં ત્રણ ચમચી ખાટું મિડીયમ દહીં ઉમેરવું દહીંનું પ્રમાણ તમારે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તમે સામો ઢીલો બનાવીને પણ ખાઈ શકો છો.
STEP-6

ત્યારબાદ લીલા સમારેલા ધાણા ઉમેરવા બધું જ મિક્સ કરી લેવું તો આપણી સામા પાંચમ માં ખવાતી સામાની ખીચડી બનીને તૈયાર છે તો હવે ગરમાગરમ સામો સર્વ કરી લઈશું તો મારી આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
તો મળતા રહેશું નવી નવી વાનગીઓ સાથે તો આવી જ બીજી લખેલી રેસીપી તમે મારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો આભાર.