ઘુઘરા એ ગુજરાતની પ્રખ્યાત મિઠાઈ છે, ખાસ કરીને તહેવારો જેમ કે દિવાળી, Holi, Janmashtami અથવા ખાસ પ્રસંગો પર ઘરમાં બનાવવામાં આવે છે. ઘુઘરાનો સ્વાદ એવો હોય છે કે બાળકથી લઇ વૃદ્ધ સુધી સૌને પસંદ આવે છે. Sweet Ghughra બનાવી શકાય છે ખૂબ સરળ રીતે – જરાક ધ્યાન અને પ્રેમથી.
આજના બ્લોગમાં આપણે શીખીશું મીઠા ઘુઘરા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ સરળ રીત. તો ચાલો શરૂ કરીએ!

મીઠા ઘુઘરા બનાવવાની સામગ્રી | Ingredients for making sweet ghughra
સામગ્રી-Ingredients (મોટા ભાગે 20-25 ઘુઘરા માટે)
- 250 ગ્રામ મેંદાનો લોટ
- 200 ગ્રામ ઘી
- સાત થી આઠ નંગ કાજુ
- સાથે આઠ નંગ બદામ
- સાત થી આઠ નંગ ઈલાયચી
- થોડી સૂકી દ્રાક્ષ
- 200 ગ્રામ ખાંડ
- તળવા માટે તેલ અથવા ઘી
- ચપટી મીઠું
- સો ગ્રામ કોપરાનું છીણ
- સો ગ્રામ સોજી
મીઠા ઘુઘરા બનાવવાની રીત | How to make sweet ghughara

STEP-1
સૌથી પહેલા આપણે 250 ગ્રામ મેંદો લઈશું મેદાને ચાડી લઈશું એક વાસણમાં મેંદાને આપણે લઈ લઈશું એમાં એક ચપટી મીઠું એડ કરીશું ત્યારબાદ બે થી ત્રણ ચમચી ઘી ઉમેરીશું આપણે સારી રીતે મોઈ લઈશું અને મુઠ્ઠી વડે તેઓ લોટ આપણે તૈયાર કરી લઈશું. જો તમારો લોટ બરાબર ના હોય તો તમે ફરી એક થી બે ચમચી જેટલું ઘી નાખીને ફરીથી તમે મિક્સ કરી શકો છો બધું જ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે મીડીયમ લોટ બાંધી લઈશું વધારે કઠણ નહીં ને વધારે ઢીલો પણ નહીં.
STEP-2
આપણો લોટ બંધાઈ જાય એટલે આપણે એને ઢાંકીને રહેવા દઈશું ત્યાં સુધી આપણે મીઠા ઘુઘરા ની અંદર ભરવાનું સ્ટફિંગ બનાવી દઈશું તો સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક કડાઈ મુકીશું કડાઈ ગરમ થાય એટલે એમાં આપણે તેલ અથવા ઘી મૂકીશું ઘી આપણું ગરમ થાય એટલે આપણે એમાં સોજી ને આપણે શેકી લઈશું સોજી ને આપણે ત્રણ થી ચાર મિનિટ જેટલું શેકવાનું છે.

STEP-3
સોજી આપણે થોડો શેકાઈ જાય એટલે આપણે એમાં કાજુ બદામ દ્રાક્ષ પણ ઉમેરીશું. તો એને ફરીથી બે મિનિટ શેકી લઈ શું બધું સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે ગેસ બંધ કરીને એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ત્યાં સુધી આપણે ખાંડને મિક્સર જારમાં દળી લઈશું બધું જ ઠંડું થઈ જાય ત્યારબાદ આપણે એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે એમાં કોપરાનું છીણ ઉમેરીશું ઉપરથી ઈલાયચી પાવડર અને દળેલી ખાંડ ઉમેરીશું બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો મીઠા ઘુઘરાનું સ્ટફિંગ આપણું બનીને તૈયાર છે.
STEP-4
હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકીને તેમાં તેલ અથવા તો તમે ઘી પણ મૂકી શકો છો તો ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે મેંદાના બાંધેલા લોટમાંથી પૂરી જેટલો લુવો લઈને આપણે પૂરી ને મીડીયમ થીક(જાડી) રાખીને વણી લઈશું પુરીની કિનારી ઉપર આંગળીની મદદથી થોડું પાણી લગાવી દઈશું.

STEP-5
સર્વિંગ સૂચનો
-
મીઠા ઘુઘરા ગરમ કે ઠંડા બંને રીતે પીરસી શકાય છે.
-
દિવાળી અથવા તહેવારના પ્રસંગે એ ખાસ ડિશ બની જાય છે.
ટિપ્સ અને સુઝાવ
-
લોટ વધુ ઢીલો ન બનાવો – નરમ લોટથી ઘુઘરા તળતી વખતે ફાટી શકે છે.
-
મિશ્રણ ગરમ હોય ત્યારે ન ભરો – નરમ પડી જશે.
-
ઘુઘરા સારી રીતે બંધ કરો જેથી તેલ અંદર ન જાય.
-
જો ખાંડનો ઉપયોગ નહીં કરવો હોય, તો ગોળ પીસીને પણ મિશ્રણમાં મેળવી શકાય છે.
મીઠા ઘુઘરા ક્યારે બનાવી શકાય છે?
-
દિવાળી સ્પેશિયલ મિઠાઈ
-
નવા વર્ષના દિવસો
-
ઘરેલું પ્રસંગો (pooja, guests visit)
-
બાળકોના લંચબોક્સ માટે occasional treat
બહુ પૂછાતા પ્રશ્નો (FAQs)
Q1: મીઠા ઘુઘરા કેટલા દિવસ સુધી સાચવી શકાય?
Ans: હવામાન ઠંડું હોય તો 4-5 દિવસ સુધી એરટાઈટ ડબ્બામાં સાચવી શકાય છે.
Q2: શું ઘુઘરા ઓવનમાં બેક કરી શકાય?
Ans: હા, ઓછું તેલ પસંદ કરો તો ઓવનમાં 180°C પર 15-20 મિનિટ માટે બેક કરી શકાય.