ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવાની રીત | Wheat flour breakfast recipe

ઘરે જો નાસ્તો બનાવવાનો વિચાર આવે તો આપણને હંમેશાં એવી રેસીપી જોઈએ જેમાં સામગ્રી સરળતાથી મળે અને બનાવવામાં પણ સરળ હોય. ઘઉંનો લોટ (ગેહુંનો લોટ) આપણા ઘરે રોજબરોજ ઉપયોગમાં લેવાય છે, અને એમાંથી બહુ સરસ અને ટેસ્ટી નાસ્તા બનાવી શકાય છે. આજે આપણે જાણીએ એક સરળ અને સ્વાદિષ્ટ ઘઉંના લોટનો નાસ્તો (wheat flour breakfast)બનાવવાની રીત.

ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Tasty wheat flour breakfast recipe

ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવા માટે વપરાતી સામગ્રી | Ingredients used to make a new wheat flour snack

સામગ્રી
  • બે વાટકી ઘઉંનો લોટ
  • બે બાફેલા બટાકા
  • એક ઝીણી સમારેલી ડુંગળી
  • અડધી ચમચી રાઈ
  • અડધી ચમચી જીરૂ
  • મીઠા લીમડાના પાન
  • બે જીના સમારેલા તીખા મરચા
  • એક ઇંચ આદુનો ટુકડો
  • અડધી વાટકી લીલા વટાણા
  • બે થી ત્રણ ચમચી ઝીણું સમારેલું પનીર
  • એક ચમચી કાશ્મીરી લાલ મરચું
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી હળદર પાઉડર
  • ચમચી ધાણાજીરું પાવડર
  • એક ચમચી આમચૂર પાવડર
  • એક ચમચી ઘી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સમારેલા ધાણા
  • જરૂર મુજબ તેલ

ઘઉં ના લોટ નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | How to make a tasty breakfast with wheat flour

STEP-1 
સૌથી પહેલા બે વાટકી લોટ લેવો. ત્યારબાદ એક ચમચી ઘી ઉમેરવું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવો લોટ ના વધારે ઢીલો ના વધારે કઠણ એ રીતના આપણે લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે ઉપરથી બે ટીપા જેટલું ઘી નાખીને લોટ ઉપર લગાવી લેવું.
ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Tasty wheat flour breakfast recipe
STEP-2 
ત્યારબાદ બાંધેલા લોટને ઢાંકીને રહેવા દેવું ત્યારબાદ બે બટાકા પ્રેસર કુકરમાં બાફી લેવા કુકરમાં તમે જ્યારે બટાકા બાફવા મૂકો ત્યારે તમારે એક અલગથી વાસણમાં લીલા વટાણાને પણ સાથે બાફી લેવા કુકર ઠંડુ પડે એટલે એમાંથી બટાકા અને વટાણા ને પણ કાઢી લેવા બટાકા ઠંડા થાય એટલે બટાકાની ઉપરની છાલ કાઢી લેવી.
STEP-3 
ત્યારબાદ બટાકાને ભૂકો કરી લેવા ત્યારબાદ એક મીડિયમ સાઇઝ ડુંગળીને ઝીણી સમારી લેવી ત્યારબાદ ગેસ ઉપર એક પેન રાખો એની અંદર ત્રણ મોટી ચમચી તેલ ઉમેરવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરવી, જીરું ઉમેરવું ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરવા બધું સારી રીતે સાતડી લેવું ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરવા.
STEP-4
ત્યારબાદ બાફેલા વટાણા ઉમેરવા ત્યારબાદ એક ઇંચ આદુનો ટુકડો પણ છીણી લેવો બધું સારી રીતે સાંતળી લેવું. બધું સતળઈ જાય એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું કાશ્મીરી લાલ મરચું,ગરમ મસાલો,ધાણાજીરું પાવડર, હળદર પાવડર, એક ચમચી આમચૂર પાવડર બધું જ ઉમેરી લેવું ત્યારબાદ બે થી ત્રણ ચમચી ઝીણું સમારેલું પનીર ઉમેરવું ત્યારબાદ ભૂકો કરેલા બટેકા ઉમેરવા.
ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Tasty wheat flour breakfast recipe
STEP-5
ઉપરથી લીલા ધાણા ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ ગેસ બંધ કરી લેવો અને બટાકાના માવાને ઠંડો થવા દેવું ત્યાં સુધી બાંધેલા લોટને ચેક કરી લેવું અને લોટના લુવા કરી લેવા મીડિયમ સાઇઝની પાતળી રોટલી વણી લેવી.
ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Tasty wheat flour breakfast recipe
STEP-6
ત્યારબાદ રોટલી ને તવા ઉપર અધકચરી શેકી લેવી એટલે કે પૂરેપૂરી શેકવાની નથી 15 થી 20 સેકન્ડ જેટલી સેકી લેવી એ જ રીતે બધી જ રોટલી ને શેકી લેવી.
ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Tasty wheat flour breakfast recipe
STEP-7
ત્યારબાદ એક વાડકી માં બે ચમચી ઘઉંનો લોટ લેવો એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક સ્લરી બનાવી લેવી રોટલી ઉપર લગાવવા માટે.
ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Tasty wheat flour breakfast recipe
STEP-8
ત્યારબાદ એક રોટલી પાટલા ઉપર મૂકવી રોટલી ઉપર બટાકાનો ઠંડો માવો મૂકવો અને એને ચોરસ આકાર આપી દેવો ત્યારબાદ રોટલીની બધી સાઈડ ઘઉંના લોટની સ્લરી લગાવી લેવી જે આપણે બનાવી હતી જેના લીધે માવો રોટલી માંથી નીકળી ના જાય.
ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Tasty wheat flour breakfast recipe
STEP-9
ત્યારબાદ ચોરસ આકારમાં એને વાળી લેવી આજ રીતે બધી જ રોટલી ને ભરીને વાળી લેવી ત્યારબાદ ગેસ ઉપર એક તવો મૂકવો એની અંદર બે મોટી ચમચી તેલ ઉમેરવું.
STEP-10
તેલ ગરમ થાય એટલે માવાથી ભરેલી રોટલી ગેસ ઉપર ફ્રાય કરી લેવી એ જ રીતે બધી જ રોટલી ને ભરીને ફ્રાય કરી લેવી તો ઘઉંના લોટમાંથી બનતો નવો નાસ્તો આપણે બનીને તૈયાર છે.
ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Tasty wheat flour breakfast recipe
તો આ નાસ્તો તમે ટોમેટો કેચપ અથવા ચા સાથે પણ ખાઈ શકો છો.
આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો તમારે કોઈ નવી વાનગી જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નવી નવી લખેલી રેસીપી તમે gujaratirasoitips.com વેબસાઈટ પર જઈને જોઈ શકો છો ધન્યવાદ.

ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવાની રીત વિશે વધારે જાણકારી મેળવવા માટે નીચે આપેલ વીડિયો જોઈ શકો છો

Spread the love

Leave a Comment