દિવાળી એટલે આનંદ, ખુશીઓ અને સાથે સ્વાદિષ્ટ મીઠાઈઓનો મેળો. દિવાળીના તહેવારમાં મીઠાઈ અને નાસ્તાની અનેક વાનગીઓ બને છે. તેમાં એક ખાસ અને લોકપ્રિય વાનગી છે શક્કરપારા. પરંપરાગત રીતે મૈદાથી સક્કરપારા બને છે, પરંતુ આજે આપણે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ઘઉંના લોટના Shakarpara બનાવવાની સરળ રીત શીખીએ.

ઘઉંના લોટના શક્કરપારા બનાવવા માટે વપરાતી સામગ્રી નીચે મુજબ છે | Ingredients used to make wheat flour shakarpara
સામગ્રી
- 250 ગ્રામ ઘઉંનો લોટ
- બે ચમચી સોજી
- અડધી વાડકી ઘી
- પોણી વાડકી ખાંડ
- 7 થી 8 નંગ ઈલાયચી
- એક ચપટી મીઠું
- જરૂર મુજબ પાણી
- તળવા માટે તેલ
ઘઉંના લોટના શક્કરપારા બનાવવાની એકદમ સરળ રીત | How to make wheat flour shakarpara
STEP-1
સૌથી પહેલા એક વાસણમાં ઘઉંના લોટ ને ચાળીને લઈ લઈશું ત્યારબાદ એક મિક્સર માં ખાંડ, ઈલાયચીના દાણા બે ચમચી, સોજી ઉમેરીને પીસી લઈશું.

STEP-2
ત્યારબાદ ઘી ગરમ કરી લઈશું. ત્યારબાદ ઘઉંના લોટમાં ચપટી મીઠું ઉમેરી ઘી ઉમેરીને બધું મિક્સ કરી લઈશું ઘી ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું કે બધું ઘી નથી ઉમેરી દેવાનું બે થી ત્રણ ચમચી જેટલું રહેવા દેવાનું છે.

STEP-3
ત્યારબાદ બધું મિક્સ કરીને લોટને મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું છે તમારે જો ઘી ઓછું પડ્યું એટલે કે લોટની મુઠ્ઠી ના વડતી હોય તો બચેલું ઘી તમારે ઉમેરી અને બધું જ મિક્સ કરી અને સરસ લોટ કરી લેવાનો છે.

STEP-4
ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો છે લોટ મસળવાનો નથી બધો ભેગો કરી લેવાનો છે અને એક સ્મૂથ લોટ તૈયાર કરવાનો છે લોટ બંધાઈ જાય એટલે એને દસ મિનિટ ઢાંકીને રહેવા દેવું.
STEP-5
દસ મિનિટ બાદ એક નાની કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી લોટના બે ભાગ કરી લેવા ત્યારબાદ પાટલા ઉપર મૂકીને બે ભાગ કરેલો લોટમાંથી લોટના એક ભાગને જાડી સાઈઝ માં વણી લેવો.

STEP-6
ત્યારબાદ ચોરસ સેપમાં વણેલા લોટને ચારે બાજુથી કટ કરી લેવો અને સાઈડની જે ધાર હોય એ કાઢી લેવી અને ચોરસ શેપમાં નાના નાના પીસમાં એને કટ કરી લેવો.

STEP-7
એ રીતે બચેલા લોટને પણ વણીને ચોરસ શેપ મા કટ કરી લેવો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે એમાં સકરપારા તળી લેવા તડતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેલ બરાબર ગરમ હોય ત્યારે જ એની અંદર સકરપારા મુકવા અને સકરપારા અંદર તેલમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ ધીરી કરી લેવી.

STEP-8
આજ રીતે બધા સકરપારા તડી લેવા ત્યારબાદ સકરપારા ને ઠંડા થવા દેવા ત્યારબાદ બંને હાથથી તોડીને ચેક કરી લેવા. તો તમે જોશો તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી બન્યા હશે સકરપારા.

આજની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળતા રહેશું નવી નવી વાનગીઓ સાથે થેન્ક્યુ